સુવિચાર: "જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ? "

Monday, January 27, 2014

તમારા બ્લોગની ઝડપ કેવી રીતે વધારશો?


ઘણા મિત્રોના બ્લોગ પર મુલાકાત લેવાનું થાય ત્યારે એક વાત મારા ધ્યાનમાં  આવી હતી કે બ્લોગ ખુલતા ખુબ સમય લાગે. પ્રોસેસ ચાલુ જ રહે....સમય ઓછો હોય, સ્પીડ ધીમી હોય, અને બ્લોગ ધીમો ખુલે તે કેમ ચાલે? બરાબરને?
ગુજરાતીમાં બ્લોગર પર ઘણા બ્લોગ બન્યા છે, અને તેમાં નવા નવા બ્લોગ બનતા જાય છે, 

પણ બ્લોગર મિત્રો એ ભૂલી જાય છે કે મારો બનાવેલ બ્લોગ ઝડપી તો ખુલે છે ને! કદાચ તમારી પાસે બ્રોડબેન્ડ નેટ કનેક્શન હોય પણ બધાની પાસે તમારા જેવું ફાસ્ટ નેટ હોય તે જરૂરી નથી. આથી બ્લોગ ઝડપી તો ખુલવો જોઈએ. ગુજનેટ ના સહારે તમને બ્લોગ ઝડપી ખુલે તે માટેના મુદ્દા જોઈએ.
બ્લોગને ઝડપથી ખુલે તે માટે શું કરી શકાય?

૧. ચિત્ર ની સાઈઝ 

    બ્લોગમાં પોસ્ટ કરવામાં ફોટોગ્રાફ મુકતા હશો. પણ એ ફોટો KBમાં હોવો જોઈએ. અને એ પણ શક્ય ત્યાં સુધી ઓછા કેબીમાં.
ફોટોશોપમાં કે અન્ય માં ફોટો સેવ કરતી વખતે સેવ એઝ વેબ પસંદ કરો જેથી સાઈઝ ઓછી થઇ જશે.

૨. હોમ પેજ સેટિંગ

   હોમ પેજમાં  પાંચ જેટલી પોસ્ટ દેખાય તે રીતે સેટિંગ કરો. જેથી વધુ પોસ્ટ ન ખુલવાના કારણે પણ બ્લોગ ખૂલવામાં સ્પીડ આવશે.

૩. આખી પોસ્ટને બદલે થોડો ભાગ....

   બ્લોગમાં આખી પોસ્ટ દેખાય તેના બદલે થોડોભાગ દેખાય અને રીડ મોર.... કે વધુ વાંચો એવું લખેલું આવી જાય તે રીતે સેટ કરો. આ માટે તમારે જેટલી પોસ્ટનો ભાગ હોમ પેજ પર દેખાડવો છે ત્યાં કરસર લઇ જાઓ, Insert Jump break પર ક્લિક કરશો એટલે બાકીનો ભાગ હોમ પેજ પર દેખાશે નહિ.

૪. બિન જરૂરી ગેજેટ દુર કરો.

  બ્લોગને ઝડપી બનાવવામાં આ મુદ્દો ખુબ અગત્યનો છે. બ્લોગ પર ઠાંસી ઠાંસીને  ગેજેટનો ખડકલો કરી દેશો તો બ્લોગ ખૂલવામાં ખુબ સમય લાગશે. વિઝીટર કંટાળીને બ્લોગ બંદ કરી દે આવું પણ બની શકે. તો અહી સુધી પોસ્ટ વાંચી રહ્યા છો એનો મતલબ જ એ છે કે તમને તમારો બ્લોગ સ્પીડી બનાવવામાં રસ છે. તો મારી વાત તમારે માનવી જ પડશે...કે...તમારા બ્લોગ પરના બિન જરૂરી ગેજેટ રીમુવ કરી દો. અને જે પણ ગેજેટ રાખો છો તે પણ ખાસ કામના હોય તેજ રાખો. પછી જુઓ તમારા બ્લોગની સ્પીડ.

No comments: