સુવિચાર: "જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ? "

Monday, January 27, 2014

કમ્પ્યૂટર સ્ક્રીનનું રિઝોલ્યુશન સેટ કરો

મિત્રો! આજ સુધી આપણે કમ્પ્યૂટર નોલેજની આ કોલમમાં કમ્પ્યૂટર અંગેની તકનીકથી માંડી કેટલીય માહિતી મેળવી છે. આજે અમે અહીં તમારા માટે એવી જ એક માહિતી લઈને આવ્યા છીએ જેમાં તમે તમારા કમ્પ્યૂટરની સ્ક્રીનનું રિઝોલ્યુશન સેટ કરી શકો છો. હવે તમે વિચારતા હશો કે સ્ક્રીન રિઝોલ્યુશન શું છે અને એ કેવી રીતે સેટ કરી શકાય


તો બાળકોસ્ક્રીન રિઝોલ્યુશન એટલે પિક્સલ આધારિત જે ચિત્ર હોય છે તેની સાઇઝમાં વધારો કે ઘટાડો કરી શકાય. સામાન્ય રીતે દરેક કમ્પ્યૂટરમાં ૧૦૨૪-૭૬૮ પિક્સલની સાઇઝનું રિઝોલ્યુશન હોય છેપરંતુ હવે નવા વાઇડ સ્ક્રીન અને અન્ય એલસીડી મોનિટરમાં તેનાથી વધારે સાઇઝનાં રિઝોલ્યુશન પણ જોવા મળે છે. જો કમ્પ્યૂટરની સ્ક્રીન મોટી હોય અને તેનું રિઝોલ્યુશન વધારવું હોય તો નીચે પ્રમાણેની સરળ રીત અજમાવીને સ્ક્રીન મોટી કે નાની કરી શકાય છે. સ્ક્રીનનું રિઝોલ્યુશન વધારવા અથવા ઘટાડવા માટે
* ડેસ્કટોપની ખાલી જગ્યા પર રાઇટ ક્લિક કરી Properties પર ક્લિક કરો.
* ઓપન થયેલી Display Properties માં સૌથી છેલ્લી Settings ટેબ પર ક્લિક કરો.
* આટલું કરવાથી નીચે ScreenResolution નામનો ઓપ્શન જોવા મળશે. જેમાં Less More વચ્ચેના એરોને ખસેડવાથી રિઝોલ્યુશન વધ-ઘટ થશે. સાઇઝમાં કેટલો વધારો થયો છે તેની સાઇઝ એમાં આપેલી ડિસ્પ્લે વિન્ડો ઉપર દેખાશે.
* સાઇઝ સિલેક્ટ કર્યા બાદ Apply પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી ર્ંા પ્રેસ કરી દઈએ એટલે તમે નક્કી કરેલી સાઇઝ સેટ થઈ જશે.

જો તમારા કમ્પ્યૂટરની સ્ક્રીન બહુ નાની દેખાતી હોય તો આ સરળ રીત અજમાવીને તમે જાતે જ તમારા કમ્પ્યૂટરની સ્ક્રીન અને પિક્ચરનું રિઝોલ્યુશન સેટ કરી શકો છો.

No comments: